STORYMIRROR

Hemaxi Buch

Classics Inspirational

3  

Hemaxi Buch

Classics Inspirational

મન

મન

1 min
498

એ મન ચાલને તને પણ વેકેશન આપુંં,

ક્યાંક વિચારોને વિરામ આપું.


સતત આટલું તું મથે છે,

શું તું ક્યારેય થાકતું નથી?


ચાલ આ વાળ્યું પોટલું વિચારોનું 

ને મૂકી દીધું અભરાઈ પર,


તું એ માણી લે આઝાદીની થોડી પળો,

ક્યારેક તો પરિવર્તન તને પણ જોઈએ ને,


આવ ને રમીએ પાંચીકા,

અરે આં નારગોલ, સંતાકૂકડી,


ચાલ ને રમી લઈએ નદી કે પર્વત,

આ જો કર્યો તારો થપ્પો..


ચાલ જરા રજામાં એમ જ હળવા થઈએ,

ને બચપણ ને આમ જ માણી લઈએ,


અરે આવ ને દોસ્ત જીવી લે,

પછી તો આ ભાર છે જ જીવનભર,


નાહકની આ ઉધારની ઉપાધિ છોડી દે,

હશે, ચાલશે, ફાવશે એવું જ ચાલુ કરી દે,


ચાલ મન આજ તને પણ વેકેશન આપુંં,

ચાલ મન આજ તને પણ વેકેશન આપુંં.


Rate this content
Log in

Similar gujarati poem from Classics