મસ્તી
મસ્તી
થોડા દિવસો ભેગા થતા અને ધમાલ મસ્તી કરતા,
વેકેશન ખુલતા એ જ પાછા ભણવામાં વ્યસ્ત થતા.
થોડા દિવસોમાં એકબીજા સાથે અગણિત ઝઘડા કરતા,
વેકેશન ખુલતા એ જ બધી વાતો યાદ કરી પાછા હસતાં.
થોડા દિવસોમાં પણ આખા બધું સાથે વસૂલ કરતાં,
વેકેશન ખુલતા ફરી વેકેશન પડવાની રાહ જોતા.
થોડા દિવસોમાં અનેક નવી રમતો શીખતા અને રમતા,
વેકેશન ખુલતા એજ બધી વાતો અને રમતો મિત્રોને જણાવતા.
થોડા દિવસોનું મસ્તીવાળું બાળપણ કાશ પાછું મળે,
આજ જવાબદારીમાં ફસાયા બાદ એજ દિવસો માણવા સૌ ઝંખતા.
