એ દિવસોની વાતો
એ દિવસોની વાતો
એ દિવસોની વાતો અને યાદો તો કેમ કરીને ભૂલાય,
એ દિવસોની મોજ મસ્તી ક્યારેય ન ભૂલાય.
આપણે બધા ભાઈ બહેનો ભેગા થઈ ધમાચકડી મચાવતા,
કેટલું પણ ઝગડીએ પણ એકબીજા વિના ક્યારેય ન રમતા,
એ દિવસો તો યાદ કરીને ચહેરા પર મુસ્કાન આવે,
એ દિવસોને યાદ કરતા હૈયું ભરાઈ આવે.
નિસ્વાર્થ અને મનમાં કોઈ દ્વેષ વિનાના એ દિવસો હતા,
પિતરાઈ ભાઈ બહેનો પણ સગાથી વિશેષ હતા.
આજ દરેક અલગ અલગ જવાબદારીમાં બંધાઈ ગયા,
આજ દરેક એ દિવસોની યાદો વાગોળતા રહી ગયા.
ઈચ્છે મન ફરી જીવવા મળે એ દિવસો,
મન ભરીને આજ પણ માણવા છે એ દિવસો.
