મારું સપનું
મારું સપનું
ત્યાં જઈને આવ્યો જ્યાંથી સપનાની શરૂઆત થઈ હતી,
ઘણું બદલાઈ ગયું પણ ત્યાં મારા બાળપણની રમત થઈ હતી.
તે જ જોવા ગયો હતો કે ત્યાં હવે કોણ સપના રમે છે,
ના લખોટી, ને ના અડી અડીને છુટ્ટા, પણ ત્યાં મોબાઇલ જમે છે.
હતી શાંતિ જાણે સમય ને ખરીદીને બેઠા હોય,
લગાવ એટલો જાણે તેને લક્ષ્મણ ના રામ કહેતા હોય.
હું ક્યાં ખોવાઈ ગયો આવ્યો હતો મજા લેવા બાળપણની,
પણ અહીં આવી જોયું બાળપણ વગર મજા ઘડપણની ?
ત્યાં છોડીને ગયો જ્યાં મન શાંતી સાથે હાથ મિલાવ્યા કરતું,
વડ નીચે બેસવું, આંખ બંધ ને બે હાથ જોડી તેને જોવાનું મન કરતું.
જેની પ્રાર્થના કરતો ના જોવા મળે તે, જે પસંદ હતું તેને બોલાયા કરતું,
હતું મન ખૂબ જ ચંચલ જેમ કે દરિયામાં પાણી ઉપર પાણી તર્યા કરતું.
આ વડને દરેક વખતે પેલી પાનખર હરાવી જતી,
હું તે જોઈ હસતો કે જેને પાન ન હતા તે ડાળી જીતી જતી.
કવિ શ્રી અનિલ જોશી કહે છે
મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી,
મને પાનખરની બીક ના બતાવો !
પ્રાર્થનાની બંધ આંખ ખરેખર તે ઊંઘની આંખ હતી,
ખુલી આંખને ખબર પડી કે આ સપનાની કલ્પના હતી
