શ્રી રામ
શ્રી રામ
સીતા રામે, અવતરણ કીધું, અહીં લોક કાજે
ઉલ્લાશો છે, અવધ ઘરમા, લોક ખુશી ભરેલા
રાખ્યું તેણે, વચન પણ, છોડી બધું સાથ ચાલ્યા
ભ્રાતા મોટા, થઇ તજયુ રાજ્ય, લઘુ બંધુ માટે
પૂજાયે છે, ચરણ તુજના, પૃથ્વી કૃતાર્થ થઈ છે
આપ્યા તેણે, જગતભરને, રાજ ધારા સદાના
જીતી લંકા, પરત થઇ આવ્યા, અયોઘ્યા ધરાએ
થાપ્યુ રાજ્ય, અવધ સરયૂ ઘાટ, પ્રજા કલ્યાણે
આજે છે રે, જનમ દિન, લોકો હર્ષથી ભરેલા
લોકો તારે, દર પર નમી, હાથ જોડી ઉભેલા
આપે તું તો, દરદ દિલના, નાશની રોશની તો
ખાલી કોઈ, નહિ અહિ મળે, તારી દુવાથી ભરેલા
