STORYMIRROR

purvi patel pk

Classics Inspirational

4  

purvi patel pk

Classics Inspirational

એપ્રિલફુલ

એપ્રિલફુલ

1 min
264

શરમ હતી ફાટેલ કપડે, આજે ફાડી ફાડીને પહેરે,

ચાલે બધું ફેશનના નામે, આ તો એપ્રિલફુલ કહેવાય.


મર્યાદા કોણે ક્યાં ઉડાવી, સંસ્કારના નામે ચીંથરા ઓઢયા,

પરિવારમાં કશુંય ના સચવાય, આ તો એપ્રિલફુલ કહેવાય.


ઘડપણનો ટેકો દીકરો કે'વાય, દીકરો લાખોની ગાડીમાં ફરે, 

જોને માવતર ટાંટિયા ઘસડે, આ તો એપ્રિલફુલ કહેવાય.


બત્રીસ પકવાન એકલા જમે, ભેળાં બેસી જમતાં ત્યારે, 

સૂકો રોટલો ય મીઠો લાગતો, આ તો એપ્રિલફુલ કહેવાય.


ગાર-માટીના લીપણ હતાં, તોય બાંધવ ભેળાં જમતાં,

એકની ઝૂંપડી, એકની હવેલી, આ તો એપ્રિલફુલ કહેવાય.


ગરીબી હવે કેમ નિભાવવી, સુખમાં જ સઘળું ભોગવાય,

જીવન પણ એક અદાકારી, આ તો એપ્રિલફુલ કહેવાય.


આ હું કરું, આ મેં કર્યું, કિરતાર તો એક ઈશ્વર છે.

તો કેમ કરી બધું તે કર્યું, આ તો એપ્રિલફુલ કહેવાય.


Rate this content
Log in

Similar gujarati poem from Classics