પ્રહાર નારીનાં અસ્તિત્વ પર
પ્રહાર નારીનાં અસ્તિત્વ પર
દેખાતો, પડખુ ફરતાં આછો એ પડછાયો,
થયા વર્ષ પાંચ ને પાછો એ પ્રશ્નો પૂછાયો.
મનમાં મૂંઝાયો ને એ યાદોમાં જકડાયો,
આવ્યો અવાજ આત્માનો હું ખચકાયો.
અબળા પર તારો નિજ સ્વાર્થ દેખાય,
છે પત્ની પ્રભુનું રૂપ એમાં રબ કેમ ન દેખાયો ?
ત્રાસ, આતંક ને રેપથી સંસાર જોખમાયો,
સ્ત્રીનાં અસ્તિત્વમાં ભુચાલ આવ્યો.
ભરતનો ગણાતો વીર મોખરે આવ્યો,
ગાય, ચકલી ને વૃક્ષો વિહોણી થઈ ધરા.
છે પ્રહાર નારીનાં અસ્તિત્વ પર,
વિચાર કરો જરા, ઉઠો જાગો, સમાજ સેવકો,
હવે,બેટીને બચાવો તો ખરા !
