માપ હોય
માપ હોય
માણસ ક્યાં દરેક આશાવાદ હોય છે,
ઈચ્છાઓની ક્યાં સીમા માપ હોય છે.
મોઢામાંથી નીકળેલાં શબ્દો આપણાં,
મધુર બોલવાનાં ક્યાં કાપ હોય છે.
સોશિયલ મિડીયાની દેખાદેખી વધી,
તોછડાઈથી સંબોધે ક્યાં આપ હોય છે.
માતા પિતાને ભૂલી જવા સામાન્ય થયું,
કળિયુગમાં માની લીધું ક્યાં પાપ હોય છે.
જેટલા લોકો એટલા ચહેરાં પરના નકાબ,
આજકાલ મનનાં ક્યાં મિલાપ હોય છે.
