મન પર મનન
મન પર મનન
આ દુનિયામાં, દુશ્મન – ખરાબ મન – જ હોય છે દુશ્મન
મન રાખો ચમન જેવું, જિંદગી રહેશ પ્રસન્ન,
મન જ બનાવે આપણને રાક્ષસ, મન જ બનાવે આપણને દેવદુત
મનને કેળવો સારા માર્ગે, જિંદગીમાં રહેશે અમન,
મન તો છે મર્કટ જેવું, કરતું હોય છે હંમેશ કૂદાકૂદ
મન પરનું સંયમ, જિંદગીમાં લાવશે સંતુલન,
મનમાં જ જન્મે છે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ
બુધ્ધિનો સદુપયોગ કરીએ તો થાય જિંદગીમાં ઉન્નયન.