STORYMIRROR

Pranav Kava

Inspirational

4  

Pranav Kava

Inspirational

મન મનામણા

મન મનામણા

1 min
210

સકળ સૃષ્ટિને મન ભરીને માણવાના,

જનમોજનમના કેવા મન મનામણા,


સપનાઓ ભરી કાલ્પનિક દુનિયાના,

મૃગજળ સમા આ મન મનામણા,


વાતોવાતોમાં ઓસરીએ ખોવાઈ જવાના,

સ્પંદનોને પણ થયા મન મનામણા,


શબ્દો શબ્દોની હારમાળા રચાઈને,

કાવ્યની રચનાના મન મનામણા,


વૃક્ષોની વેલીને લહેરાતા પવનના,

મધુર કલરવના મન મનામણા,


જીવન ઘડતરની આગવી શીખ આપનારા,

માતૃ પિતૃ સમા સફળતાના મન મનામણા,


"પ્રણવની કલમ" ને અક્ષરો સાથે,

કલમને પણ કરવા છે મન મનામણા ...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational