મન - કલમ
મન - કલમ


કલમ થકી કંડરાઈ ગયા; ને
પૃષ્ઠ પર પથરાઈ ગયા,
લાગણીઓ, ભાવનાઓ ને વિચારો મારા,
શબ્દો થકી ઊભરાઈ ગયા !
પતંગ વિહરે ગગન વિશાળ,
પણ, માંજા પર રાખી છે લગામ,
મનડાનેય એમ નિકળે પાંખો,
ને વિચારો ના ઉદ્ભવે તરંગો તમામ !
સાથ; મનનો ને કલમનો એવો પાક્કો,
જો ચડ્યા એ બેય મોજે !
મરજીવા બની લગાવે છલાંગ,
તો;પડે ઓછો એને કક્કો !
માંજા પર જેમ રાખી લગામ,
હાથ રાખજો એમ મનની કમાન,
છટકી ન જાય, રાખીએ જો ધ્યાન,
સર કરશે સઘળા મુકામ !