STORYMIRROR

Jaydip Bharoliya

Romance

3  

Jaydip Bharoliya

Romance

મળ્યાં

મળ્યાં

1 min
13.5K


હાથ પકડ્યો ને સાથ મળ્યો,

નજરો મળીને, નજરકેદ મળ્યાં,


શોધ્યું ને તારું નામ મળ્યું,

તારા નામમાં જ અમે બેનામ મળ્યાં,


જોઈ તને ને શ્ર્વાસ મળ્યો,

અમારાં દિલને નવાં ધબકાર મળ્યાં,


ઝાખ્યું એક પળ તમારાં દિલમાં,

ને અમારાં દિલને અંદર જવાના દ્વાર મળ્યાં,


રસ્તાંથી ભટકેલાં આ મુસાફરને,

તમારી સાથે અનેક રસ્તાં મળ્યાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance