કોફી
કોફી
કોફી જોઇએ કે ચા જોઇએ શું ફેર પડે છે !
તારો સાથ હોય એ મને તો અસર કરે છે.
તું ભલે કોફીને ન પસંદ કરે શું ફેર પડે છે !
હું તને પસંદ છું એ વાત મને અસર કરે છે.
તું ભલે મારા સાથે ચાની વહેંચણી ન કરે શું ફેર પડે છે !
તું મારું મન રાખવા કોફીની ચુસ્કી લે એ મને અસર કરે છે.
દરરોજ સાંજની ચા ભલેને સાથે ના પીવા મળે શું ફેર પડે છે !
દરરોજ સવારની ચામાં એકબીજાનો સાથ રહે એ અસર કરે છે.
ચાને લઈને તારો ભલેને કોઈ નિયમ ન હોય શું ફેર પડે છે !
તું મારા નિયમને અનુસરે છે એ જ મને અસર કરે છે.
ક્યારેક એકબીજાને સાથ ના આપી શકીએ શું ફેર પડે છે !
જન્મોજન્મ આપણે સાથ નિભાવવાનો છે એ અસર કરે છે.

