મનનો માણીગર
મનનો માણીગર
ખુદની જ મસ્તીમાં મસ્ત ઉમંગે ઝૂમતો હોય છે,
મનનો માણીગર મન મંદિરમાં વિરાજતો હોય છે.
જિંદગીની અજાણી ડગર પર સંગાથ શોધતાં,
વિચારોના વમળમાં માણસ સ્વયં ઘૂમતો હોય છે.
સરકતી જતી જિંદગીમાં મળે ગમતો હમસફર,
મનનાં માણીગર સંગ પ્રેમપંથે વિહરતો હોય છે.
હ્રદયાવકાશે ભીની-ભીની લાગણીથી તરબતર,
મનતરંગે સ્નેહ સ્પંદને નિજઉમંગે ઝૂમતો હોય છે.
સંસાર સાગરમાં વિહરતાં કૈંક સમણાં સજાવીને,
મનનાં માણીગર સંગ નિજાનંદે વિહરતો હોય છે.

