વર્ષો ના વર્ષ લાગશે
વર્ષો ના વર્ષ લાગશે
કવિતા થકી તને પામવા બેસું, તો વર્ષોં ના વર્ષ લાગશે,
શબ્દો થકી તને ટાંકવા બેસું, તો વર્ષોં ના વર્ષ લાગશે.
નાના નાના ઝઘડાને મોટું સ્વરૂપ આપી દીધું તે,
એ ઝઘડા સુલઝાવવા બેસું, તો વર્ષોં ના વર્ષ લાગશે.
પારકા ક્યાં શોધવા અહીં, પોતાના રિસાય જાય છે,
રિસાયેલા ને મનાવવા બેસું ,તો વર્ષો ના વર્ષ લાગશે.
હાથ પકડી તારો નજર ગુમાવી ચેહરા પર તારા,
આંખો થકી સવાલોની વરસાદ વરસી જાય છે,
એ સવાલોના જવાબો આપવા બેસું, તો વર્ષોના વર્ષ લાગશે,
મારી કવિતાનો આરંભ તારા થકી થાય છે,
દિલની વાત સમજાવવા બેસું, તો વર્ષો ના વર્ષ લાગશે.
થાય એટલા ઝખમો, ક્યાં હૃદય કોરું નથી,
ઝખમો રૂઝવવા બેસું,તો વર્ષો ના વર્ષ લાગશે.
મારી કવિતા થકી પામવા બેસું તો વર્ષો ના વર્ષ લાગશે,
મારી લાગણી તને સમજાવવા બેસું, તો વર્ષો ના વર્ષ લાગશે.

