STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

ઈન્તજાર

ઈન્તજાર

1 min
377

આવ મારી વાલમ પાસે મુજને,

તારો જ ઈન્તજાર છે,

ક્યાં છૂપાઈ હતી અત્યાર સુધી,

તને શાનું અભિમાન છે ?


રોજ વાયદો કરે છે મળવાનો,

મુજને મળવાની તને આળસ છે,

થાકી ગયો છુ તારી વાટ જોઈને,

શા માટે મુજને તડપાવે છે ?


મોસમ ખીલી છે સુંદર હેમંતની,

મળવાની મધુર પળ આવી છે,

પૂનમની આ શિતળ ચાંદનીમાં,

મુજને કેમ તું તરસાવે છે ?


દિલમાં અતિ આનંદ છે મૂજને,

શ્ચાસોની સરગમ લહેરાય છે,

પ્રેમનો તરાનો હું ગાઈ રહ્યો છું,

તુજને ક્યાં તેની દરકાર છે ?


મનમાની છોડી તું આવીજા હવે,

દિલમાં છબી ફક્ત તારી જ છે,

"મુરલી" મજનૂ છું તારા પ્રેમનો,

તું લૈલા બનવા ક્યાં તૈયાર છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance