ભૂલી જગતનું ભાન હું
ભૂલી જગતનું ભાન હું
મીંચું નયન મારા અને ટોળે વળી આવે સ્મરણ !
મીઠડાં લાગે ઘણાં પણ એકલા ભાવે સ્મરણ ?
ઝંખું તને બસ રાત દિન, ભૂલી જગતનું ભાન હું,
દોને મિલનનાં દાન આવી, ફકત ફાવે સ્મરણ ?
સાથે રહો ક્હેતી નથી, મીઠી નજર કરતાં રહો,
આતુર નજરનું નૂર બનજો, આયખું તાવે સ્મરણ.
ખૂણો હૃદયનો સાવ ખાલી, પીડતું એકાંત પણ,
અંતર વલોણું ઘૂઘવે, તારા વગર ખાવે સ્મરણ.
તારું બની વસવું હતું, તારા હ્રદયમાં, શમણું રહ્યું,
ધીરજ ધરો 'શ્રી' અંતરે, આશાકણી વાવે સ્મરણ.

