Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance

4  

Parag Pandya

Romance

નકાબ

નકાબ

1 min
262

તું રોજ નવું લીલું પાન મૂકજે મારી કવિતાની ચોપડીમાં,

જો પછી રોજ નવું પતંગીયું, કેવું ગુંજન કરે મારા કાનમાં !

લખી છે કવિતા એવી કે વાંચી ટપટપ પડે તારા આંસુડાં,

શબ્દો મારાં,મારા જેવા એમને પણ ભીંજાવું બહુ ગમે છે !

છે યાદ, તને બહુ ગમતું જ્યારે રમતાં પીઠ પર લખવાની ગેમ,

અને પછી શું લખ્યું એ અનુમાન કરવાની રમુજી રમત મઝાની !

આ દિલને વિશાળ ફલક પર ઉડવું છે, ના પુર એને પિંજરે,

સાથે ઉડ- બાકી પિંજરું તો પિંજરું સોનાનું કેમ ના હોય ?

મૂળ પહેરવેશમાં જ આવજે આવે જ્યારે મળવા મને તું,

નકાબ પાછળ છુપાયેલો ચહેરો હું ઓળખી શકું છું તેથી !

Rate this content
Log in

Similar gujarati poem from Romance