વિધીના લેખ
વિધીના લેખ
લેખ ભાગ્યના એવા આજે પણ લખાય છે,
રાધા કૃષ્ણ જેવો શુદ્ધ પ્રેમ કળયુગેય થાય છે.
સુધ બુધ ભૂલી રાધા શ્યામમાં ખોવાય છે,
હકીકત છે આ,રાંધેલી ખીર ખારી થાય છે.
યાદોની વેણુ વાગે ને હૃદય મહીં રાસ રચાય છે,
તારા હર શબ્દે રાધા તો શું ગોપી ઘેલી થાય છે.
ભાગ્ય કેવું કોઈ અયન રાધાના રંગે રંગાઈ છે,
કોઈ રૂક્ષ્મણીની આશ કાનાનું હરણ કરી જાય છે.
કાન્હા તુજ ઈતિહાસના એવા પાઠ ભણાવાય છે,
પુનરાવર્તન એની "પ્રતીતિ"નું વર્તમાનને થાય છે.

