રૂપનું ગુમાન
રૂપનું ગુમાન
લગન મુજને લાગી છે તારી,
તુજને હું મળી શકતો નથી,
જ્યારે તુજને મળુ છું ત્યારે,
નજર મેળવી શકતો નથી.
પ્રભાવ એવો કેવો છે તારો,
તુજને હું બોલાવી શકતો નથી,
બોલાવવા પ્રયત્ન હું કરૂં તો,
પ્રતિભાવ તું આપતી જ નથી.
ગુમાન છે તારા રૂપનું તુજને,
તું મુજને ગણકારતી નથી,
ગુમાની સ્વભાવ તારો જોઈને,
હું સહન કરી શકતો નથી.
રૂપ તારૂં કદીક તો કરમાશે,
તેની તુજને ખબર જ નથી,
તુજને હું સમજાવવા માંગુ છું,
પણ તું ધ્યાન આપતી નથી.
બંધ કર ગુમાનમાં મ્હાલવાનું,
ગુમાન કદી કોઈનું થયું નથી,
ગુમાન કરનારનું પતન થયું છે,
"મુરલી" તું કેમ સમજતી નથી ?

