સમયની પાબંધી
સમયની પાબંધી
પાબંધીઓ રાખી સમયની કોઈને મળી શકાય ખરું
હૈયામાં ભર્યું છે એ દર્દ બધું વ્યક્ત કરી શકાય ખરું
આંખોમાં જોતા જ સમજાય, એવું બની શકે ખરું
મૌન ધરું હું ને શબ્દો તને સંભળાય એવું થાય ખરું
તારા સ્વપ્નની છબી દેખાય એ સત્ય બની શકે ખરું
પ્રેમ લાગણીઓથી પ્રિયતમને હવે પામી શકાય ખરું
તાલાવેલી જામી છે યાદોની, શાંત સુઈ શકાય ખરું
વીતેલી યાદોની ક્ષણમાં ખુશીથી જીવી શકાય ખરું!
અહેસાસ છે લાગણીનોને,નફરત હવે થઈ શકે ખરી
દૂર રહી જોયા સદા, હવે હરખથી ભેટી શકાય ખરું
એકમેક લાગણીઓ સ્પર્શી, તારી બની શકાય ખરું
જીવનના અંત સુધી "પ્રવાહ" તને ઝંખી શકાય ખરું

