પ્રેમનાં પંથે
પ્રેમનાં પંથે
ચહેરો એમનો હસમુખો ખૂબ ગમી ગયો,
સૌન્દર્ય અપ્રતિમ હું જોતો જ રહી ગયો.
હ્રદયને તો ખબર હતી સામે યૌવન ઉભું,
એની મોહક અદાથી હું ઘાયલ થઈ ગયો.
ઓસરીમાં બેઠીબેઠી એ નિહાળતી રહી,
એમને જોતાંવેંત જ હું પ્રેમમાં પડી ગયો.
ધીરેધીરે પ્રીતનાં પાલવડે હું બંધાતો રહ્યો,
દિલનાં વહેણમાં હું સતત વહેતો ગયો.
યૌવનની જ સુવાસ તો પ્રસરી રહી'તી,
યૌવનની એ મુગ્ધતામાં જ હું ડૂબતો ગયો.
દિલમાં અલગ જ હલચલ મચી રહી'તી,
આ સપનું છે કે હકીકત હું ખોવાઈ ગયો.
ખબર ન હતી આ મારી સ્વપ્નસુંદરી હશે,
પ્રેમનાં પંથે અજાણતાં જ હું નીકળી ગયો.

