પ્રેમનો તકાજો
પ્રેમનો તકાજો
અત્ર તત્ર સર્વત્ર પ્રેમ જ જય જય મેળવે છે,
તાકાત દુનિયાની હારે-પ્રેમ વિજય મેળવે છે.
પુલકિત પુષ્પનો પથરાતો હોય છે પમરાટ,
જગ ભલે કહે છે આંધળો -પણ અજય હોય છે.
હરપળ પ્રતીક્ષા હરપળ પ્રેમનો આનંદ છે,
દૂધમાં સાકર ભળે છે એમ જ પ્રેમનો લય છે.
પાન ખરતું હોય ત્યાં ફૂટે છે નવી તાજી કૂંપળ,
પ્રેમની અનમોલ દોલતથી માનવી અભય છે.
લાગણીને હરહાલ સિંચવી પડે અશ્રુ સાચવી,
પ્રેમ પર્વ છે-પ્રેમનો તકાજો આજનો સમય છે.

