STORYMIRROR

Sangam Dulera

Abstract

4  

Sangam Dulera

Abstract

મળવું છે

મળવું છે

1 min
417

તને મન ભરીને મળવું છે

મળીને ઘણુંબધું કહેવું છે,


તારી નજર ને નજરથી માણી છે

તારા રૂપ ને માણી જોવુું છે,


ને આતો એક બહાનું છે

કે દિલ ખોલી ને હસવું છે,


ને મનનું મનમાં ઘણું રહી ગયું

હવે મન ભરીને રડવું છે,


ને સાંજ બનીને ઢળવું શેનું

હવે સૂરજ થઈને ઊગવું છે,


ને સપનામાં તો રોજ મળું છું

હવે હકીકત બનીને મળવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract