મળવા આવજે મને
મળવા આવજે મને
જો યાદ આવે મારી તને
તો આવજે મળવા મને,
હું ઊભી હોઇશ ત્યાં જ
જ્યાં મૂકી હતી તે મને,
આમ તો વિતી ગયો સમય
છતાં હું મળીશ એ જ તને !
જો યાદ આવે મારી તને
તો મળવા આવજે મને,
બદલાઈ ગઈ શેરીઓ અને ગલીઓ,
જ્યાં મળ્યા હતા આપણે સૌ !
બદલાયેલ સમય, સંજોગ પણ હું એજ !
જો યાદ આવે મારી તને તો મળવા આવજે મને,
નથી કરવી કોઈ ફરી ભૂલ તને,
પણ યાદ આવે મારી તો મળવા આવજે મને,
સાગરનું પાણી, નદીઓનું પાણી ક્યાંક વહી ગયું હશે હવે !
આજ પણ અવિરત વહેતું સ્નેહનું ઝરણું મળશે તને,
જો યાદ આવે મારી તને તો મળવા આવજે મને !

