મળી ગયો
મળી ગયો
તું મળી ગયો..!
વહેતાં નીરમાં ભરતીનો અહંકાર ઓગળી ગયો ડૂબતા સૂરજમાં રૂપેરી ચંદ્રનો આકાર ભળી ગયો,
ભલું જોઈ બીજાનું નાનેરો માનવ સળગી ગયો,
બળીને રાખ થાય માનવ તો એ પ્રશ્ન ટળી ગયો,
પ્રાયશ્ચિત્તે ભૂલમાં તારો સ્વભાવ કોઈ કળી ગયો,
મુશળધાર વરસાદે મારો પ્રેમ-પત્ર પલળી ગયો,
રક્ત તરબોળ લાશ નિરખી માનવ ચળી ગયો,
પળવારે પશ્ચિમાકાશે સોનેરી પ્રકાશ ઢળી ગયો
રળીએ રોટલો નિરાળો તેમાં લે તું મળી ગયો.

