STORYMIRROR

KOKILA patel

Romance

4  

KOKILA patel

Romance

મળે મિત્ર

મળે મિત્ર

1 min
874

મળે મિત્ર મનગમતો તો હૃદય ઝરૂખે માણી લે,

આજ મળ્યો છે દાવ, મનથી રમી લે,


કંઈક એ બોલે ને, પછી તું કહે,

હળવેથી જરા જીવનને જાણી લે,


પછી સમય મળે કહીશ, એમ ના કર,

મળ્યો છે મોકો હૈયાની વાતો આંખોથી કરી લે,


બહુ ઓછા હોય છે સમજનારા રાહમાં,

મળ્યા તને અણમોલ રતન પરખ કરી લે,


હકક છે એને રિસાવાનો, હક્કથી હક્ક કર,

એના ઠપકાને ભેટ ગણી "કોકિલ" હૈયાના ઝરૂખે કેદ કરી લે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance