મળે જો તારો સાથ
મળે જો તારો સાથ


મળે જો તારો સાથ મુજને એક પલમાં,
જાઉં વિસરી હર -ક્ષણ તુજ મિલનમાં.
રહી તો જો બની પડછાયો મુજ કાયમાં,
થાઉં ફરી જીવંત ઘડીક, મૌન આલમમાં.
રમી લે થોડું બની હાસ્ય મુજ અધરોમાં,
રેલાવું મધુનો પ્રેમરસ આ સૂકા અકાળમાં.
ભરી દે વિશ્વાસનો એક શ્વાસ રગે-રગમાં,
ધબકું હરેક સ્પંદને તુજ ઉર, અંગે-અંગમાં.
મળે જો તુજ મીઠો સ્નેહ આપણ ઘરમાં,
ભગાવું કોરોના તત્ક્ષણ રહી હરદમ ઘરમાં.