STORYMIRROR

Sunita B Pandya

Drama

2  

Sunita B Pandya

Drama

મકરસંક્રાંતિ આવી

મકરસંક્રાંતિ આવી

1 min
203

શિયાળાની મીઠી નીંદરમાં રજાઈ ઓઢીને ઊંઘ્યો હતો ઘસઘસાટ,


રજાઈ સરકી ગઈને બોલી, "ઉઠ બેટા મકરરાશિનું થયું છે સંક્રમણ ને મકરસંક્રાંતિ છે આવી"


પગથિયાં પણ જોવા મને લાઈનસર ગોઠવાનાં,

જાણે સેલિબ્રિટીને જોવા લાઈનસર ગોઠવાનાં.


આસમાની રંગનું ગગન આશ લગાડીને બેઠું,

નવરંગી પતંગોએ એની બધી આશ પૂરી કરી.


ગુરુત્વાર્ષણ બળનો નિયમ આજ મને દેખાયો,

ચાઇનીઝ દોરીનું આકર્ષણ ધરા પર જ દેખાયું.


રેશમી દોરાંએ હવામાં ઉંચી છલાંગ લગાવી,

ને પરિક્રમા પૂરી કરવા ચારે દિશાએ અથડાયો.


ઈર્ષાથી ભરપૂર ચાઇનીઝ દોરી થઈ બળીને રાખ,

ગુરુત્વાર્ષણ બળનો નિયમ આજ મને દેખાયો.


"મજા લુંટવાનો મેળો" અગાશીમાં જાણે ભરાયો,

કોઈ લેતું ચગાવવાની મજા, તો કોઇ વળી કાપવાની,


પતંગ લુંટવાની મજા તો કંઇક ઓર જ દેખાણી.

કેલેન્ડરમાં જોયું તો મકરસંક્રાંતિ આવી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama