મજાનુ
મજાનુ
સમયને અટકી જવાનું કહો છો?
આંસુઓને વહી જવાનુ કહો છો?
ભીંજાવું નથી મારી સાથે તમારે
વરસાદને વરસી જવાનુ કહો છો
હોઠ ભલે ચૂપ છે કંઈ કેહતા નથી
આંખો થી મજા મજાનું કહો છો
છોડીને આવશો દુનિયા ક્યારેક,
શું તમે તમારા ગજાનું કહો છો?
"લલિત" આ કાગળ-કલમ થકી
લોકોને પ્રેમમાં પડવાનું કહો છો?

