મિલનનો અંદાજ
મિલનનો અંદાજ
નિહાળી રહ્યો છું હું આથમતા સૂર્યને,
સંધ્યાનો નઝારો પણ કંઈક અલગ છે,
દૂરથી આવી રહેલી મારી પ્રિયતમાનો,
મિલનનો ઉમંગ પણ કંઈક અલગ છે,
નિરખી રહ્યો છું ઊંચે ઊડતાં પંખીઓને,
તેના મધુર કલરવ પણ કંઈક અલગ છે,
પોકાર સાંભળી રહ્યો છું હું પ્રિયતમાનો,
તેનો પ્રેમનો પોકાર પણ કંઈક અલગ છે,
ઝરમર ઝરમર વરસતા મેઘ મલ્હારનો,
મિજાજ પણ આજે કંઈક અલગ છે,
દામિની જેમ ચમકી રહેલ પ્રિયતમાના,
ચહેરાનો ભાવ પણ કંઈક અલગ છે,
વહી રહેલા આ નિર્મળ ઝરણાઓનો,
મધુર ખળખળાટ પણ કંઈક અલગ છે,
પાયલનો નાદ સંભળાવતી પ્રિયતમાનો,
આવવાનો અંદાજ પણ કંઈક અલગ છે,
થાકી ગયો હતો હું જેની વાટ જોઈને,
તેને મળવાની તડપ પણ કંઈક અલગ છે,
પ્રેમદિવાની બનેલી પ્રિયતમાનો "મુરલી",
મિલનનો અંદાજ પણ કંઈક અલગ છે.

