મિલનની ઝંખના
મિલનની ઝંખના
સ્વપ્નોના સમંદરમાં હું ડૂબ્યો છું,
તારા ચહેરાને કાયમ નિરખું છું,
તારી નટખટ અદાથી અંજાઈને,
હું મળવા અધીરો થઈ ગયો છું,
જ્યારથી સ્વપ્નમાં જોઈ છે તુજને,
મિલન માટે આતુર થઈ ગયો છું,
સ્વપ્નમાં આવી સરનામું દે મુજને
તને શોધવા દિવાનો થઈ ગયો છું,
સ્વપ્નમાં જોઈ દિલ દીધું છે તુજને,
તારા સાંનિધ્યને હું ઝંખી રહ્યો છું,
સ્વપ્નમાં શા માટે તડપાવે તું મુજને,
તારા પ્રેમનો તરસ્યો થઈ ગયો છું,
બાવરો બન્યો છું તારૂ યૌવન જોઈને,
મદહોશ થઈ હું ઘાયલ થઈ ગયો છું,
સ્વપ્નને હકીકત બનાવી દે "મુરલી"
દિલથી હું તારો જ થઈ ગયો છું.

