STORYMIRROR

amita shukla

Romance Tragedy

4  

amita shukla

Romance Tragedy

મિલન

મિલન

1 min
639

અણધાર્યું મિલનની હોય છે યાદો રસિક,

પ્રેમીઓને જ પળ મળે એવું નથી 'અમી',

બે અજનબી મળે ત્યારે વાત થાય રસીલી,

તો જિંદગીભર યાદ રહે એ મિલનની વાતો,

સાથ જ્યાં મળ્યો અચાનક વિખુટા મિત્રનો,

જીવનપથ અજવાળી જાય મિત્રની મિત્રતા,

રાહમાં થઈ મુલાકાત, રાહી બન્યા હમસફર,

જિંદગીભર બની ગયા એકબીજાનાં પ્રેમસફર,

વિધાતાનાં લિસ્ટમાં શુભેચ્છકો, બાકી હશે તે મળશે,

ઋણાનુબંધ બાકી હોય, એ મળે છે પણ નસીબથી,

જન્મ્યા ત્યારે અણધાર્યા મિલનથી બન્યાં સૌ આપણા, જીવન ત્યજી અણધાર્યું મિલન થશે મોતની આગોશમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance