STORYMIRROR

Patel Padmaxi

Romance

3  

Patel Padmaxi

Romance

મિલન

મિલન

1 min
13.8K




નજર કરી લે એકવાર બસ,

એકવાર તો થાય મિલન.

સમયના અદભુત આ નગરમાં,

ક્ષણ એકે સર્જાય મિલન.


'હું' બોલું કે 'તું' પહેલા,

જો કરીએ તો મુંઝાય મિલન.

મૌન હોઠોનો હસતો મારગ,

સ્મિતથી વર્ણવાય મિલન.


ન પલકે પાંપણ આ અધીરી,

આંખોથી છલકાય મિલન.

કપરી પ્રતીક્ષા સમાપ્ત થાયે,

ઉંમગમાં પલટાય મિલન.


એકલતાનો કોરો કાગળ,

સંવેદને લખાય મિલન,

બે ડગલાં બસ આગળ વધ હવે,

'તું' આવે તો થાય મિલન.


Rate this content
Log in

Similar gujarati poem from Romance