મીઠડું મન કો'હરી તો જો
મીઠડું મન કો'હરી તો જો
પ્રીત સાચી, તું કરી તો જો,
હેત હૂંફાળું સરી તો જો.
જિંદગી કરવા ચમન જેવી,
મીઠડું મન કો' હરી તો જો.
ઓઘ અમૃતનાં ઉછાળીને,
પ્રીત ઘેલી પર મરી તો જો.
પ્રેમમાં પાગલ ખરો થાવા,
કો' નયનમાં તું ઠરી તો જો.
કાળજું રાખી છપનનું બસ,
નેહ અંતરથી ઝરી તો જો.
છે પ્રતીક્ષા કો' નયનને તો,
ચાર ફેરા, બસ ફરી તો જો.
સાદ દે ભીનાં હ્રદયથી 'શ્રી',
સંગ આજે, નોતરી તો જો.

