મહોબ્બત કરવા માગું છું
મહોબ્બત કરવા માગું છું


હર એક વાતને નિગાહથી અયાં કરવાના અંદાજને
તારી આ કાતિલ અદા અને બેસબર ઝુલ્ફો ને
મહોબ્બત કરવા માગું છું.
રડે મારા ગમ-એ-હસ્તીમાં ને કરે મારા હિજર એ હિજર
એને મહોબ્બત કરવા માંગુ છું.
શબ-એ-ફુરક્તમાં ઝુલ્ફો સંવારવાના સલિકાને
મહોબ્બત કરવા માગું છું.
દોશે મારા જે સલીબ બીજા પર મૂકે
એને મહોબ્બત કરવા માગું છું.
હયા ન કરે અને અયાં કરે યકલખત
શબાબ જેનું હોય પુરનોર અને હોય તનવીર હર અદાની
એને મહોબ્બત કરવા માગું છું.
જુઝમર્ગ જેના માટે હોય લાઝમી "નીરવ"
એને મુસલસલ મહોબ્બત કરવા માગું છું.