મહી
મહી
1 min
37
અહીં કહીં વહી મહી નદી કોતરે
ડાકુ લૂંટારા છૂપાતા સહુ છેતરે,
પરવત ખડક વગડાં વટાવતી
વિંધ્યાચલ ટોચ રજ હટાવતી,
ઉગમણે સ્ત્રવતી માળવે ચંબલ
અરવલ્લી વાગડે ઓઢી કંબલ,
મેવાડ વાગડથી ઉત્તર પશ્ચિમે
સમાધિ ખંભાત અખાતે પશ્ચિમે,
ગલતેશ્વરે ઉદરપટ ફેલાવતી
મહીસાગર ઘનસાર રેલાવતી,
જળ નળ બળ ફળ તવ આશરે
ઉનાળે કાળે દુકાળે તું આશ રે,
લોક પરલોક મહી ચહી માવડી
વાડી વજીફા વારિ ભરી વાવડી,
મગર મછલી મહી મહીં સૈરતી
કાંઠે કૂબલે બાલ કિસ્તી તૈરતી,
અહીં કહીં વહી મહી નદી કોતરે
નૌકા તરે તવ તટ બિન નોતરે.