મહેરબાની
મહેરબાની
નથી જોઈતી મહેરબાની તારી મારા હાલ પર છોડી દે,
દગો આપ્યાં પછી દયા તારી ? મારા હાલ પર છોડી દે,
પહેલાં પ્રેમ આપીને લાગણીઓથી તરબોળ કરી,
નથી જોઈતી વાસના તારી, મારા હાલ પર છોડી દે,
મને ખબર નહોતી કે દરેક મિલન પાછળ વિયોગ હશે,
નથી જોઈતી વેદના તારી, મારા હાલ પર છોડી દે,
સપનાઓની મહેફિલમાં આકાશમાં તારાઓ બતાવ્યાં,
નથી જોઈતી છલના તારી, મારા હાલ પર છોડી દે,
મારા મનમંદિરમાં પ્રેમની મૂર્તિ સ્થાપી,
નથી જોઈતી અર્ચના તારી, મારા હાલ પર છોડી દે,
વગર વાંકે મને છોડી અર્ધે રસ્તે રખડવા,
નથી જોઈતી અવહેલના તારી, મારા હાલ પર છોડી દે,
"સખી" તારા જ આ સંસારમાં આ સમંદરને તરવા માટે,
નથી જોઈતી કલ્પના તારી, મારા હાલ પર છોડી દે.
