STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

મહેફિલ તેના પ્રેમની

મહેફિલ તેના પ્રેમની

1 min
161

પ્રેમ માટે હું ડૂબ્યો હતો ગમગીનીમાં,

તેનો ચહેરો મેં જોયો રાત્રે સપનાંમાં,

પ્રેમ તેનો જીવનમાં પ્રાપ્ત કરવા હું,

તેના પ્રેમની મહેફિલ સજાવી ગયો,


ભટકી રહ્યો હતો હું પ્રેમની ગલીઓમાં,

અચાનક તેનો ચહેરો મે જોયો પળમાં,

તેના સુંદર ચહેરાનો દિવાનો બનીને હું,

તેના પ્રેમની મહેફિલ સજાવી ગયો,


મગ્ન બની ગયો તેનો ચહેરો વાંચવામાં,

લપસી પડ્યો હું તેના ચહેરાના મોહમાં,

તેના પ્રેમની ભાષા સમજમાં આવતાં હું,

તેના પ્રેમની મહેફિલ સજાવી ગયો,


રફતાર વધી ગઈ મારા દિલની ધડકનમાં,

વીજળી દોડવા લાગી મારા રોમરોમમાં,

તેને પ્રેમભર્યુ આલિંગન આપીને "મુરલી", 

તેના પ્રેમની મહેફિલ સજાવી ગયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance