મહેનતનો મધપૂડો
મહેનતનો મધપૂડો
વા'લા કામ કરી તો જો,
એક આંબો મહેનતનો વાવી તો જો,
થઈ મગ્ન ઇન્દ્રીઓને જગાડ;
કરી મહેનત સપનાને પડકાર,
વાવીશ આળસ તો મળશે લાલચ,
એક આનાની જુબાની સાચી બોલીને તો જો,
મહેનત કરી મહાત્મા બનીએ;
આતમકેરા માનવને સમજીએ,
ગાડરીયો પ્રવાહ ન તારો ? માનવી;
મહેનતનો મધપૂડો તારો માનવી.
