STORYMIRROR

Arun Gondhali

Tragedy

3  

Arun Gondhali

Tragedy

મહાલતી ગરીબી

મહાલતી ગરીબી

1 min
342

વરસોથી હજુએ એ કટોરો લઈ ફરે છે,

ગરીબી હજુએ રસ્તે ફરે છે,


વરસોથી હજુએ કરજમાં ડૂબેલ છે,

ગરીબી સૂકા ખેતરોમાં ફરે છે,


વરસોથી રસ્તે તમાશો કરતાં બાળકને જોયો છે,

ગરીબી રસ્સી પર ફરે છે,


લાચાર માં-બાપના સંજોગે

બાળમજૂર જોયા છે,

ગરીબી રેકડી, ઢાબાના ફેરા ફરે છે,


વરસોથી સારા દિ ' ની આશમાં 

ગુજરી જનાર જોયા છે,

ગરીબી ચામડીની કરચલીમાં રોતી પડી છે,


રડતી આંખોના અશ્રુને

ગરીબી ઉપર હસતાં જોયા છે,

ગરીબી બેઘર, ફૂટપાથ ઉપર ફરે છે,


પ્રયત્નો વિશ્વના જારી છે - 

'ગરીબી નિર્મૂલન' હકીકત 

દાયકાઓથી હજુએ 

સફેદ કાગળોમાં ફરે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy