STORYMIRROR

divya dedhia

Romance

4  

divya dedhia

Romance

મેહુલો

મેહુલો

1 min
223

આઠ આઠ માસના વહાણા વાયા,

મારા વાલમ મેહુલા શીદને તડપાવો.


વિરહની વેદના હવે નથી સહેવાતી,

મળવાને ધરા અધીર વહેલેરા આવો.


ચાતક, મોર મારી ઠેકડી ઉડાડી રહ્યા,

હેતની હેલીએ આવી એમને બતાવો.


દિલનું કેનવાસ તો કોરું ધાકોર થયું,

મેઘધનુષી રંગ પૂરી એને તમે સજાવો.


મોટી મોટી આંખો કાઢી સુરજ ડરાવે,

વર્ષા ધારે વાદળ ઘટામાં એને છુપાવો.


પ્યારા પર્જન્ય વિનવું છોડોને રિસામણાં,

‘દિવ્ય’ વૃષ્ટિએ શીઘ્ર મને બાંહોમાં સમાવો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance