STORYMIRROR

Kiran Chaudhary

Romance Fantasy Inspirational

3  

Kiran Chaudhary

Romance Fantasy Inspirational

મેહુલાની વધામણી

મેહુલાની વધામણી

1 min
222

ગાજે મેહુલો આજ, ચાલ સખી મન ભરીને નાચી લઉં,

થાશે કાલ મહેર વર્ષાની, ઠરશે મનડું, સખી હરખાઈ જઉં,


ઉકળતા મનડાને બેચેન આ તનને, મળશે હવે,

તો શીતળતા,

મેઘ વરશે મનમૂકીને સખી, ચાલ આજ થોડું મલકાઈ જઉં,


ફૂંકાતા પવન આજ, ગાજે વાદળ ગગન પાર આજ,

ભીંજાશે હવે તો હૈયા, આજ-કાલ થાશે આનંદનો પાર,


કરશે તૈયારી જગતતાત, સજશે ધોરીડા શણગાર કાલ,

સખી ઘર-ઘર વાવડ આજ તો હવે રે,

વહેવાઈ દઉં,


હરખાતા જનજનને, બાલુડા કેરો થશે પોકાર શેરીએ,

સીમાડે ટહુકે મયુર આજ, સખી ઘર-ઘર વધામણી દઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance