STORYMIRROR

Aniruddhsinh Zala

Abstract Romance Action

3  

Aniruddhsinh Zala

Abstract Romance Action

મેહુલા સંગે મલક્તાં મનડાં

મેહુલા સંગે મલક્તાં મનડાં

1 min
113

વરસે વરસાદ જોને બહાર ભરપૂર

ભીતર વરસે તારી યાદ ભરપૂર,


આકાશે ગરજે વાદળોના સૂર,

 ભીતર સળવળે લાગણીઓના પૂર,


મહેકતી માટીની બહાર સુગંધ છલકાય

ભીતર હૈયામાં તારી યાદો જ છલકાય,


મોરલા ટહુકે મીઠડું, કોયલડીના પૂર મધુર

 ભીના હૈયામાં ગુંજે તારી પ્રીતના પૂર,


નદીઓમાં બહાર જોને આવ્યા પૂર

 ભીતર પણ ઉમટ્યા તમ પ્રેમના પૂર,


સુંદર કેવા ખીલ્યાં છે બાગમાં ફૂલ

હૃદય બાગમાં પણ અઢળક ખીલ્યા ફૂલ,


શીતળ પવન કેવો વાય જોને આજ

 " રાજ" હૈયે ઠંડક પ્રસરાવે તારી મીઠી યાદ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract