STORYMIRROR

Rekha Shukla

Abstract Drama Action

3  

Rekha Shukla

Abstract Drama Action

મેઘ

મેઘ

1 min
215

રડ્યો મેહુલિયો છેલ્લા બે દિવસમાં એવો તો મૂશળધાર.....

પરણી ગઈ આખરે વસુંધરા લીલું પાનેતર ઓઢીને .....!


સપ્તરંગમાં ઢળી ગઈ કેટકેટલી વાતો

વસંતમાં લીલી છમ્મ હરિયાળી ઓઢી

વરસ્યો મેઘ મુશળધાર 


પોઢી ચરણે પ્રેમીકા લાલ ચટક રંગાતો

પાનખરે પહેરી છે ખરતા પર્ણની જાતો

વરસ્યો મેઘ મુશળધાર 


પીળા ઓરેંજી કથ્થઈ રંગની રે ભાતો

નિર્વસ્ત્ર કડકડતી થંડી ગર્મ વૃક્ષી વાતો

વરસ્યો મેઘ મુશળધાર 


ગર્ભમાં સૂતુ ટીલુપ્સ પાથરે રૂડી ભાતો

બાંધણીના ટપકાં ઉગ્યા ચોરે નીખરાતો

વરસ્યો મેઘ મુશળધાર 


શ્યામવર્ણી ભીની ભીની ઝરમરી રાતો

ધોધમાર ભીંજવે વરણાગી તુજનો નાતો

વરસ્યો મેઘ મુશળધાર 


કૄષ્ણ કૄષ્ણ માં રોજ વહેતો મુજમાં ન્હાતો

શબ્દ અર્થ વ્યાકરણમાં છંદ રહી ગુંચાતો

વરસ્યો મેઘ મુશળધાર 


પીળો ગરમાળો જાંબુડીયો વાદળે ખીલતો

ઝાંકળમાં હું ટપકી તું વાદળીનો વરતાતો

વરસ્યો મેઘ મુશળધાર 


કાળા ડિબાંગ વાદળે શ્વેતરંગી મુજ જાણતો

આડ કરી ભસ્મની શિવજીએ ભગવો નાતો

વરસ્યો મેઘ મુશળધાર !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract