STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

મધુર મિલન

મધુર મિલન

1 min
223

દરવાજે ઉભો છું હું સુંદર શહેરને, 

મળતી નથી પ્રેમની મંઝીલ મુજને.


નિહાળી રહ્યો હું અનેક ચહેરાઓને,

શોધી રહ્યો છું હું પ્રિયતમાના ચહેરાને.


પ્રિયતમા વિના ગમતુંં નથી હવે મુજને,

ભટકી રહ્યો છુ હું પ્રિયતમાને શોઘવાને.


પૂછતા પૂછતા હુંં આવ્યો છું ઉધ્યાને,

નિરખી રહ્યો છું હું એક સુંદર યુવતિને.


મલકાઈ રહ્યો છું હું તેના ચહેરો જોઈને,

રોમાંચિત થયો છું હું તેની પાસે બેસીને.


લહેરાઈ રહ્યો છું હું તેનો સ્વર સાંભળીને,

અનુભવી રહ્યો છું તેની યૌવનની મહેંકને,


આખરે મળી ગઈ મારી પ્રિયતમા મુજને,

"મુરલી" હું માણું છું તેના મધુર મિલનને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance