STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Tragedy

3  

Ramesh Patel (Aakashdeep)

Tragedy

મચ્છુ તારો ઝૂલતો પુલ હીબકે રંગાયો

મચ્છુ તારો ઝૂલતો પુલ હીબકે રંગાયો

1 min
199

કપટી કાળ તણી કુટેવ જ દીઠી કપરી

લખે મંગલ દિને અમંગલ વિપદ કહાણી,


મોરબી પંથકે મહેર ધરે મચ્છુ મલકાતી

પણ અગમ ચોપાટે દીસે એ ખપ્પર ખેલી,


મચ્છુ તારો ઝૂલતો પુલ હીબકે રંગાયો 

સવાસો વર્ષનો સંબંધ પળમાં રોળાયો,


ભૂલે માનવ, પુલની ક્ષમતા ઉમ્મર બંધનતંત્ર વિફળ,

બે જવાબદાર અંધ શાસન,


હતા મંગલ દિવસ નૂતન વર્ષના રે મેળાના

હાય ભાગ્ય ! કેવું પલટાયું વિરહ વેદનામાં,


તૂટ્યો પુલ, ડૂબે બાળ, મા ને સ્વજન ગભરું

નિષ્ઠુર કાળ, લલાટે લીપ્યું કાળું તિલક મચ્છુ,


હોસ્પિટલ, સેવાભાવી ઉર સંવેદના ઊભરાતી,

 ધસે બચાવવા લોક, સરકાર ને સેના દિન રાત્રિ,


રુએ સ્મશાન ઘાટ, કબરસ્તાન વેદના વિરહથી

ન પૂરાશે આ ભારે ખોટ આયખે કોઈ કુટુંબથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy