મૌન
મૌન
આજકાલ કયાં એવું છે કે શબ્દો સમજાય છે.
જો વહેવારમાં લાગણી ભળે તો મૌન પણ શબ્દો બની જાય છે.
એવું કયાં જરુરી છે કે બધુ શબ્દો જ કહી જાય છે.
કયારેક તેની આંખો પણ મૌનની ભાષા કહી જાય છે.
શબ્દો તો કયારેક તીર બની હૈયામાં સમાઈ જાય છે.
મૌન તો અશ્રુ રૂપે પણ ધણું કહી જાય છે.
જયારે શબ્દો હારી જાય ત્યારે
મૌન તો બાજી જીતી જાય છે.
