ધન્યવાદ મમ્મી
ધન્યવાદ મમ્મી
1 min
262
પારણામાં પોઢાડતી,
મીઠા હાલરડાં ગાતી,
પરીઓની વાર્તાની સફર કરાવી,
ઢીંગલીની જેમ સાચવી,
ભણતર સાથે ગણતર પણ શિખવ્યું
અને તે શિખવેલી એ રસોઈની તો શું વાત કરવી,
પપ્પાએ જિંદગી આગળ વધવા મારગ પૂરો પાડયો,
તો તેમા હિંમત સાથે ચાલવા શિખામણ આપી,
ધન્યવાદ વ્યકત કરવા શબ્દો જયાં શબ્દોની ઘટ પડે,
શબ્દોથી કયાં વર્ણવી શકાય છે તારો એ પ્રેમ ?
લવ યુ મમ્મી.
