જો થાય ત્યારે સીધી વાત
જો થાય ત્યારે સીધી વાત
1 min
102
જીવનની કોઈ સફર હોય,
મંઝિલ મેળવવા માટેનો અથાગ પ્રયત્ન હોય,
પોતાનાઓ માટે કોઈ લાગણી હોય,
કે પછી વ્યવસાય માટેની કમાણી હોય,
વ્યકત કરવા કયાંય શબ્દોની લહાણી હોય,
થયેલા અનુભવની કોઈ કહાની હોય,
અધવચ્ચે બદલવાની જરૂર હોય,
જો થાય ત્યારે સીધી વાત
તો ગમ મતભેદ લેશે વિદાય,
ખુશીની મળશે લહાણી
થશે સફળતાની ઉજવણી.
